NOKIA 5G QUICK SILVER ટૂંક સમયમાં લોન્થચ થાય તેવી શક્યતા


નવી દિલ્હી : HMD ગ્લોબલ ટૂંક સમયમાં તેનો પી બ્રાન્ડ NOKIA એ NOKIA QUICKSILVER 5G સ્માર્ટફોન લોન્ચ કરે તેવી સંભાવના છે. હકીકતમાં આ ફોન બેન્ચમાર્કિંગ પ્લેટફોર્મ ગીકબેંચ વેબસાઇટ પર જોવા મળ્યો છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ દર્શાવે છે કે સ્માર્ટફોનમાં 6GB રેમ અને એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ હશે., NOKIA QUICKSILVER ની લિસ્ટિંગથી ખબર પડશે કે સ્માર્ટફોનમાં 1.8GZ ની ચીપસેટ છે પરંતુ હજી સુધી ચીપસેટ નું કોઈ નામ આપવામાં આવ્યું નથી NOKIA QUICKSILVER સ્માર્ટફોનમાં બજેટ રેન્જ પ્રોસેસર આવે તેવી અપેક્ષા છે.
નોકિયાએ આ વર્ષે 4 નવા 5જી સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી અને આ વર્ષે લોન્ચ થવાની સંભાવના છે તે NOKIA 5G મોબાઇલમાં NOKIA 5.5, 5G NOKIA 7.4 5G, NOKIA 8.4 5G અને નોકિયા 9.x PUREVIEW (સંભવિત નામ) છે. એવું માનવામાં આવે છે કે આ મોબાઇલ લો લેવલ બજેટ થી લઈને પ્રીમિયમ લેવલ સુધીના સેગમેન્ટ માં જોવા મળી શકે છે.

 204 Views