હવે પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચાર્જ લાગશે

  • આઈસીઆઈસીઆઈ-એક્સિસ બેંક ગ્રાહકોને ઝટકો

નવી દિલ્હી

પ્રાઇવેટ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકને ગ્રાહકોને મોટો ઝટકો લાગી શકે છે. બેંકે જણાવ્યું કે હવેથી નોન બિઝનેસ કલાકો અને રજાના દિવસોમાં કેશ જમા કરાવવા અને નિકાળવા પર પૈસા આપવા પડશે. એટલે કે હવે જો રજાના દિવસે કે પછી બેંકિગ સમય પછી તમે કેશ જમા કરાવવા કે નીકાળવા માટે તમારે એકસ્ટ્રા ચાર્જ આપવો પડશે. બેંકના નોટિફિકેશન મુજબ આઈસીઆઈસીઆઈ બેંક રજાના દિવસ અને વર્કિંગ સમયમાં સાંજે ૬ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી ગ્રાહકોની સુવિતા શક્લની રીતે ૫૦ રૂપિયા લેશે. બેંક જણાવ્યું કે સીનિયર સીટીજન્સ, બેસિક સેર્વિંગ્સ બેંક એકાઉન્ટ, જનઘન એકાઉન્ટ, અક્ષમ અને દ્રષ્ટિબાધિતના ખાતા અને વિદ્યાર્થીઓના ખાતા પર કોઇ રીતનો ચાર્જ લેવામાં નહીં આવે. રિપોર્ટ મુજબ, બેંક ઓફ બરોડાએ પણ ૧ નવેમ્બરથી પોતાના ગ્રાહકોને નિર્ધારીત સીમથી વધુ લેવડદેવડ માટે ચાર્જ લેવાનો શરૂ કર્યા છે. બેંકે જણાવ્યું કે કરંટ એકાઉન્ટ, ઓવરડ્રાફ્ટ અને સીસીથી બેસ બ્રાંચ, લોકલ નોન બ્રેસ બ્રાંચ અને આઉટસ્ટેશન બ્રાંચ દ્વારા હવે એક મહિનામાં ૩ વાર વધુ કેશ નીકાળવા ફ્રી હશે. ચોથી વારથી ૧૫૦ રૂપિયા પ્રતિ ટ્રાંજેક્શન લાગશે. કરંટ એકાઉન્ટ/ઓવરડ્રાફ્ટ/કેશ ક્રેડિટ/અન્ય એકાઉન્ટ માટે બેસ કે લોકલ નોન બેસ બ્રાંચમાં ૧ નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ, પ્રતિદિવસ પ્રતિ એકાઉન્ટ ૧ લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવા પર પ્રતિ ૧૦૦૦ રૂપિયા પર ૧ રૂપિયા રહેશે. આ વર્ષની શરૂઆતમાં જ એક્સિસ બેંકે બેંકિત કલાકો પછી અને રાષ્ટ્રીય તથા બેંકની રજાના સમયે જો તમે પૈસા જમા કરાવો છો તો ૫૦ રૂપિયા સુવિધા શુક્લ એટલે કે ચાર્જ લેવાનો શરૂ કર્યો છે. આ સુવિધા એક ઓગસ્ટથી લાગુ પડશે. રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે એક મહિનામાં ત્રણ વાર તમે મફત પૈસા નીકાળી શકો છો. પણ તે પછી ૧૫૦ રૂપિયાના ફ્લેટ ચાર્જ પર તમે પૈસા નીકાળી શકશો. આ રીતે મહિનામાં તમે ચાર વાર પૈસા મફત જમા કરાવી શકશો. પણ તે પછીના પ્રત્યેક લેવડ દેવડ પર ૪૦ રૂપિયાનો ચાર્જ લાગશે.

 1,526 Views