અક્ષય તૃતીયા પર દેવતા અને પિતૃઓના નામથી દાન કરો

નવી દિલ્હી

અક્ષય તૃતીયાના દિવસે સોનાની ખરીદી કરવી તે શુભ માનવામાં આવી રહ્યું છે પરંતુ સાથે સાથે આ દિવસે દાન-પુણ્ય કરવાના પણ વિશેષ લાભ છે અને જેને કારણે અક્ષય ફળની પ્રાપ્તિ થઇ શકે છે. કોઈ વ્યક્તિ કે જેને મદદ ની જરૂરિયાત છે તેને દેવતા અને પિતૃઓના નામથી જળ, કુંભ, ખાંડ, , છત્રી પંખો, ફળફળાદી વગેરે વસ્તુઓનું દાન કરવું શુભદાયી અને ફળદાયી માનવામાં આવી રહ્યું છે. પાણીથી ભરેલો ઘડો ખાંડ, બરફી, સફેદ વસ્ત્ર, , મીઠું, શરબત ચોખા અને ચાંદીનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી અક્ષય પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે અને દેવી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. આ દિવસે દસ મહાવિદ્યાઓમાં નવમી મહાવિદ્યા માતંગી દેવી નો પ્રભુત્વ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા પર અક્ષર ચડાવવું જોઈએ પિતૃદોષ નિવારણ માટે પિતૃઓને તર્પણ આપવું લાભદાયક બને છે.

અક્ષય તૃતીયા પૂજા માટે નું શુભ મુહૂર્ત

સવારે 5.35 મિનિટથી લઈને 12.38 મિનિટ સુધી

કોરોનાવાયરસ ની મહામારી ના કારણ ઘરમાં રહીને પૂજા કરો અને મા લક્ષ્મી નું ધ્યાન ધરવું. મહામારી ના સમયમાં આ દિવસે જો તમારી પાસે કોઈ મદદ માંગે તો તેને મદદ આપવી એ ફળદાયી બની રહેશે.

 10,082 Views