જાણો ધનતેરસની પૂજા કેવી રીતે કરશો?

નવી દિલ્હી

કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનતેરસ મનાવવામાં આવે છે. ધનતેરસ આ વખતે 13 નવેમ્બર, 2020એ શુક્રવારે આવી રહી છે. ધનતેરસના દિવસે શુક્રવારો સંયોગ આવવો ખૂબ જ શુભ છે કારણકે શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર છે જેના સ્વામી મંગળ છે. મંગળ સુખ અને દેવામાંથી મુક્તિ કરનાર ગ્રહ માનવામાં આવે છે માટે આ વખતની ધનતેરસ સુખ-સૌભાગ્યમાં વૃદ્ધિ કરીને અષ્ટ લક્ષ્મી આપશે અને દેવામુક્તિનો યોગ બનાવશે. આ દિવસે લક્ષ્મી-કુબેરની પૂજા વિશેષ ફળદાયી રહેશે. ઘરની સુખ-સમૃદ્ધિ, સંપત્તિમાં વૃદ્ધિ થશે. આ વખતનુ લક્ષ્મી પૂજન તમામ સુખ અને દેવામાંથી મુક્તિ આપનારુ ધનતેરના દિવસે વાસણની ખરીદી શુભ હોય છે. પ્રાચીનકાળમાં લોકો આ દિવસે કળશ ખરીદતા હતા. હવે સમય સાથે અન્ય વાસણ ખરીદવામાં આવે છે. આની પાછળ માન્યતા છે કેઆ દિવસે સમુદ્ર મંથન દરમિયાન હાથમાં અમૃત કળશ લઈને ભગવાન ધનવંતરિ પ્રગટ થયા હતા માટે પ્રતીકાત્મક રૂપે કળશ ખરીદીને ઘરે લાવવામાં આવે છે જેથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ સાથે બધાનુ આરોગ્ય પણ જળવાઈ રહે. આ વખતે શુક્રવાર અને ચિત્રા નક્ષત્રની સાક્ષીમાં આવી રહેલ ધનતેરસ પર લક્ષ્મીનુ પૂજન સમસ્ત પ્રકારના સુખ આપશે અને દેવામાંથી મુક્તિ આપશે.
કેવી રીતે કરશો ધનતેરસની પૂજા
ધનતેરસના દિવસે પ્રાતઃકાળ સૂર્યોદયથી પહેલા ઉઠીને ઘરની સાફ-સફાઈ કરીને પોતુ કરવુ. ઘરની બહારપણ આંગણુ સાફ કરવુ. સ્નાન વગેરેથી નિવૃત્ત થઈને વિવિધ રંગો અને ફૂલોથી ઘરના પ્રવેશ દ્વારની બહાર રંગોળી કરવી. પૂજા સ્થળને પણ સાફ કરીે દેવતાઓનુ પૂજન કરવુ. ધનતેરસની પૂજા સાંજના સમયે કરવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ પૂજા સ્થળમાં ઉત્તર દિશા તરફ યક્ષરાજ કુબેર અને ધનવંતરિની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરીને તેમની પૂજા કરવી. આ પહેલા ભગવાન ગણેશ અને લક્ષ્મીનુ પૂજન પણ કરવુ. કુબેરને માવાની મિઠાઈ કે ખીરનુ નૈવેધ લગાવો તેમજ ધનવંતરિને પીળી મિઠાઈનો પ્રસાદ ધરાવવો. પૂજામાં પીળા-સફેદ ફૂલ, પાંચ પ્રકારના ફળ, ચોખા, રોલી, ચંદન, ધૂપ તેમજ દીપનો ઉપયોગ કરવો. આ વખતે આ રાત્રિએ ચતુર્દશીનુ દીપદાન પણ કરવામાં આવશે. આના માટે યમ દેવતાના નામ પર દક્ષિણ દિશામાં ચાર દિવેટવાળો દીપક પ્રગટાવવો અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરવી. વેપારીએ કેવી રીતે કરવી પૂજા ધનતેરસના દિવસે પોતાના પ્રતિષ્ઠાનોમાં વેપારી પણ પૂજા કરે છે. આ દિવસે પોતાના પ્રતિષ્ઠાન, દુકાનમાં સાફ-સફાઈ કરીને નવી ગાદી પાથરવામાં આવે છે. જેના પર બેસીને નવા ચોપડાનુ પૂજન કરવામાં આવે છે. દુકાનમાં લક્ષ્મી અને કુબેરનુ પૂજન પણ કરવામાં આવે છે. આ કાર્ય પંચાંગમાં શુભ મૂહુર્ત જોઈને સાંજના સમયે કરવામાં આવે છે. દેવામુક્તિ માટે કરો મંગળ યંત્રની સ્થાપના આ વખતની ધનતેરસના દિવસે ચિત્રા નક્ષત્ર છે. આનો સ્વામી મંગળ હોવાના કારણે દેવા મુક્તિ માટે આ દિવસે મંગળ યંત્રની સ્થાપના કરવી જોઈએ. ત્યારબાદ રાત્રિમાં ઋણમોચર મંગળ સ્ત્રોતના 51 પાઠ કરવાથી શીઘ્ર દેવા મુક્તિનો માર્ગ ખુલે છે. ધનનુ આગમન વધે છે.

 17,815 Views