હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત કોરોના પોઝિટિવ

હર હર મહાદેવ નો નારો લગાવીને કંગના બોલી હું વાયરસને ખતમ કરી નાંખીશ

મુંબઈ

બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે છે તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ લખી ને જાણકારી આપી છે અને કહ્યું છે કે તેણે પોતાને ક્વોરોન્ટાઈન કરી દીધી છે. કંગના રાણાવતે તેનો એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે ધ્યાન કરતી મુદ્રામાં દેખાઈ રહી છે તેણે લખ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તે લખાવટ અને કમજોરી મહેસૂસ કરી રહી હતી અને મારી આંખોમાં હલકી જલન પણ થઇ રહી હતી. હિમાચલ જવાની તૈયારીના ભાગરૂપે મેં પહેલા મારો કોરોના ટેસ્ટ કરાવ્યો જેનું આજે રીઝલ્ટ આવી ગયું છે અને હું કોરોના પોઝિટિવ છું. મેં ખુદને ક્વોરોન્ટાઈન કરી દીધી છે મને બિલકુલ ખ્યાલ નથી આવ્યો કે વાયરસ મારા શરીરમાં છે અને હવે મને ખબર પડી છે તો હું તેને ખતમ કર્યા વગર જંપીશ નહીં.

ચાલો કોરોના ને ખતમ કરીએ

કંગનાએ આગળ લખ્યું છે કે જો તમે ડરશો તો વાયરસ તમને ડરાવશે. ચાલો એક સાથે ભેગા મળીને કોરોના ને ખતમ કરી નાખીએ. વાયરસ એ કશું જ નથી એક સામાન્ય તાવ જ છે તેણે આગળની પોસ્ટમાં લખ્યું છે કે હર હર મહાદેવ.

TMC નેતાએ કંગના સામેએફઆઈઆર દાખલ કરાવી હતી.

કંગના રાણાવત નું ટ્વીટર એકાઉન્ટ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે. ગત દિવસોમાં કંગના રાણાવત ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાને લઈને તેની સામે એફઆઈઆર દાખલ થઇ છે તો કોંગ્રેસના નેતા ઋજુ દત્તાએ પશ્ચિમ બંગાળમાં ઉલ્ટાડાંગામાં કંગના સામે એફઆઈઆર દાખલ કરાવી છે. અને એવો આરોપ લગાવ્યો છે કે કંગના રાણાવત નફરત ફેલાવવાની કોશિશ કરી રહી છે.

 746 Views