સલમાનની ફિલ્મ રાધે નું ટાઇટલ ટ્રેક રિલીઝ

મુંબઈ

સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ નું ટાઈટલ ટ્રેક રીલિઝ થઈ ચૂક્યું છે. સલમાન ખાને આ ગીત તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે ગીતમાં સલમાન ફૂલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે. લોકોએ આ સોંગને ઘણું પસંદ પણ કર્યું છે આ ગીતમાં દિશા પટણી પણ ઘણી એક્ટ્રેક્ટિવ દેખાઈ રહી છે. સલમાન ખાનની ફિલ્મ રાધે આગામી ઈદ ૧૩મી મેના રોજ રિલીઝ થવાની છે મેકર ફિલ્મ ના ગીત સીટી માર અને દિલ દે દિયા ને રિલીઝ કરી ચૂક્યા છે હવે ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ આવી ગયું છે સલમાન ખાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરીને લખ્યું છે કે ભગવાનની મરજી અને લોકોના સપોર્ટ થી આ બધું જતું રહેશે નફરત દૂર કરો. રાધે રાધે રાધે ગીતમાં સલમાન ગોળીઓ અને ગાડીઓ સાથે જ એકદમ એક્શન હીરો તરીકે દેખાઈ રહ્યો છે જ્યારે બીજી તરફ દિશા પટણીન ગ્લેમરસ લુકથી લોકોના દિલથી ધડકન વધી શકે તેમ છે.

 992 Views