નરોડા કોર્પોરેટર વિપુલ પટેલે પોતાની ગ્રાંટમાંથી કોરોના મહામારી સામે 5 લાખ ફાળવ્યા

અમદાવાદ

અત્યારે કોરોનાની મહામારી સામે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ત્યારે આવા સંજોગોમાં સામાન્ય માણસો દ્વારા પણ યથાશક્તિ દાનનો પ્રવાહ ઠેર-ઠેરથી આવતો હોય છે. તાજેતરમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નરોડા વોર્ડ માં ઉમેદવારી નોંધાવી વિજય થયેલા કોર્પોરેટર વિપુલભાઈ ચિનુભાઈ પટેલ (સોમભાઈ)દ્વારા કોરોનાની મહામારી સામે તેમણે તેમને ફાળવવામાં આવેલી કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી રૂપિયા 500000 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિવિધ હોસ્પિટલોમાં આપી ઉમદા કાર્ય કરેલ છે .

 1,028 Views