વિશ્વ હિંદુ પરિષદ-ભાજપ દ્વારા નરોડા સ્મશાનગૃહે પાણીની બોટલોનું વિતરણ

અમદાવાદ

હાલમાં સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા એક યા બીજી રીતે દર્દીઓ અને દર્દીઓના પરિવારજનોને મદદ પહોંચાડવામાં આવતી હોય છે. આવા કપરા સમયમાં કરવામાં આવેલી નાનામાં નાની સહાય પણ જે વ્યક્તિ સહાય લઇ રહ્યું છે તેના માટે ઘણી મોટી હોય છે.

અત્યારે કોરોના માં મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે ત્યારે સ્મશાનોમાં પણ વેઇટિંગ ની સ્થિતિ સર્જાઈ છે જેથી મૃતદેહ લઈને આવનારા પરિવારજનોને ઘણો લાંબો સમય અગ્નિદાહ માટે રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ નરોડા તથા નરોડા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મૃતકોના પરિવારજનો માટે પીવાના પાણીની સેવા આપવામાં આવી છે સાથે સાથે અગ્નિસંસ્કાર યાત્રા વાહિની (એમ્બ્યુલન્સ) સેવા પણ આપવામાં આવી છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મંત્રી ઉમાકાંત ભાઉ, જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ચંદ્રેશ જોશી ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સોમભાઈ પટેલ, પીડી મિસ્ત્રી, ઘનશ્યામભાઈ પટેલ, વિનુભાઈ પંચાલ, ફૂલાભાઈ વ્યાસ તથા વલ્લભ દાસ પટેલ વગેરે આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

 976 Views