સિંઘુ બોર્ડર પર ખેડૂત આગેવાનોની હત્યાના કરવાના ષડયંત્રનો પર્દાફાશ

નવી દિલ્હી : ખેડૂત સંગઠનોએ સરકારી એજન્સીઓ પર આંદોલન નબળા બનાવવાનો આરોપ લગાવ્યો છે. સિંઘુ બોર્ડર પરના ખેડુતોએ આજે ​​એક વ્યક્તિને મીડિયા સમક્ષ રજૂઆત કરી. ખેડૂત નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે તે માણસ ચાર ખેડૂત નેતાઓની હત્યાના કાવતરાના ભાગ રૂપે અહીં આવ્યો હતો.

મીડિયા સમક્ષ રજૂ કરાયેલ શખશની જુબાની

મીડિયા સમક્ષ રજુ થયેલ આ વ્યક્તિએ કહ્યું – અમને આ કામ માટે હથિયાર આપવામાં આવ્યા છે. જ્યારે ખેડૂતો 26 મીએ આગળ વધવાનો પ્રયાસ કરે અને તેઓ અટકે નહીં તો તેમના ઉપર ગોળીબાર કરવાના આદશે પણ મળ્યા હતા. અમારી 10 લોકોની બીજી ટીમ પાછળછી ફાયરીંગ કરત જેનાથી એવું લાગે કે ખેડૂતો દ્વારા જ આ કામ થઈ રહ્યું છે.

26 મીએ જે રેલી યોજવાની છે તેમાં અડધા લોકો ઘરના જ હશે જેઓ પોલીસના ડ્રેસમાં સામેલ થશે. 24 મીએ જે ચારેય લોકો સ્ટેજ પર હશે તેમને મારવાના ઓર્ડર મળેલા છે અને તેઓના ફોટા પણ અમારી પાસે છે. જેઓએ અમને આ કરવા શીખવ્યું છે તેનું નામ પ્રદીપસિંહ છે. તે રાય પોલીસ સ્ટેશનની એસએચઓ છે. તે જ્યારે પણ અમને મળવા આવતા ત્યારે મોઢા ઉપર કવર લગાવીને આવતો હતો. અમે તેની બેચ જ જોઈ છે. જેઓને મારવાના હતાં તેઓના નામ નથી ખબર પણ ખાલી ફોટા જ મળ્યા છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીએ તેમના આંદોલન તળે જે ટ્રેક્ટર રેલી યોજવાના છી તેને નબળી બનાવવા માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ખેડૂત આગેવાનોએ આ શખશને મીડિયા સમક્ષ રજૂ કર્યા બાદ પોલીસને હવાલે કરી દીધો છે.

 474 Views