હિમાચલ પ્રદેશ : ધર્મશાલામાં ભૂકંપના ઝટકાથી ધરતી ધ્રુજી

  • રિક્ટર સ્કેલ પર 3 પોઈન્ટની તીવ્રતા

શિમલા

એવું લાગી રહ્યું છે કે જાણે ભગવાન રૂઠી ગયો છે એક યા બીજી રીતે દેશવાસીઓ ઉપર આફત ઉપર આવી રહી છે. હિમાચલ પ્રદેશમાં ધર્મશાલામાં આજે શનિવારે સવારે ભૂકંપના ઝટકા મહેશ કરવામાં આવ્યા હતા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3 ની હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા તેની પુષ્ટી કરવામાં આવી હતી. જો કે ભૂકંપના ઝટકાથી જાનમાલને કોઈ જાતનું નુકસાન થયું નથી. આ પહેલા પાંચમી મેના રોજ અસમના સોનિતપુર માં ભૂકંપના ઝટકા મશીન કરવામાં આવ્યા હતા જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 ની હતી. આસામમાં ૨૮ એપ્રિલના રોજ ભૂકંપના મોટા ઝટકા પણ મહેસુસ કરવામાં આવ્યા હતા તે સમયે તેની તીવ્રતા 6.4 ની માપવામાં આવી હતી.

ધરતીકંપ કેમ આવે છે?

ધરતી મુખ્ય 4 પ્લેટો થી બનેલી હોય છે. જેમાં ઈનર કોર, આઉટર કોર, મેન્ટલ કોર અને ક્રસ્ટ આ 4 પ્લેટ નો સમાવેશ થાય છે. ક્રસ્ટ અને ઉપરની મેન્ટલ કોરને લિથોસ્ફેયર કહેવામાં આવે છે. જે 50 કિલોમીટરનું મોટું પડ ઘણાં વર્ગોાં વહેંચાયેલું હોય છે. જેને ટેક્ટોનિક પ્લેટ કહેવાય છે. આ ટેક્ટોનિક પ્લેટ પોતાની જગ્યા પર ધ્રુજારી કરતી રહે છે અને જ્યારે આ પ્લેટમાં ઘણું વધારે કંપન થાય છે ત્યારે ભુકંપ મહેસૂસ કરવામાં આવે છે.

જાણો.. ભૂકંપનું કેન્દ્ર અને તીવ્રતાનો મતલબ શું છે ?

ભૂકંપનું કેન્દ્ર સ્થળ હોય છે કે જ્યાં કેન્દ્રની નીચે ફ્લેટોમાં હલચલ થવા પર ધરતી હલવા લાગે છે. કાનપર અથવા તેની આસપાસના ક્ષેત્રમાં ધરતીકંપની અસર વધારે જોવા મળે છે. જો રિક્ટર સ્કેલ પર 7 ની તીવ્રતા અથવા તેનાથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે તો તેની આસપાસમાં 40 કિલોમીટર ની ત્રિજ્યા માં ઝટકા વધારે મહેસૂસ થાય છે.

 766 Views