ન્યુયોર્કની ધારાસભામાં ચૂંટાનારા પ્રથમ દક્ષિણ એશિયાઈ મહિલા, જેનીફર રાજકુમાર

ન્યુયોર્ક

38 વર્ષની ભારતીય-અમેરિકન વકીલ ન્યુયોર્ક રાજય ધારાસભામાં ચૂંટાનારી પ્રથમ દક્ષિણ એશિયાઈ બની છે. ડેમોક્રેટ જેનીફર રાજકુમારે તેમના રિપબ્લીકન હરીફ ગિઓવાની પર્નાને હરાવ્યા છે.ઈન્ડીયન અમેરિકન ઈમ્પેકટ ફંડએ ટિવટ કરી જેનીફરને અભિનંદન આપ્યા હતા. જેનીફર લાંબા સમયથી જાહેર સેવક અને એડવોકેટ છે. ન્યુયોર્ક સ્ટેટ એસેમ્બલી ન્યુયોર્ક ધારાગૃહનું નીચલું ગૃહ છે, સેનેટને ઉપલું ગૃહ કહેવામાં આવે છે.

 146 Views