મુસીબત : હવે નેપાળમાં પણ કોરોના બેકાબુ બન્યો

  • મીડિયા રિપોર્ટ અનુસાર ગત ગુરુવારે 8659 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 58 લોકોના મૃત્યુ થયા છે આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે દેશમાં દૈનિક કેસ 8 હજારથી ઉપર આવ્યા છે

કાઠમંડુ

સમગ્ર દુનિયા અત્યારે કોરોના વાયરસના ઝપેટમાં આવી ગઈ છે ત્યારે ભારત કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અત્યારે સૌથી ખરાબ સ્થિતિને પામી છે નેપાળમાં કોરોનાની મહામારી બેકાબૂ બની ગઈ છે પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે વિશેષ તકો એ સરકારને ચેતવણી આપી છે કે જો સમય આવે આ પરિસ્થિતિને રોકવામાં નહીં આવે તો નેપાળ ભારતને પણ પાછળ છોડી દેશે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત ગુરુવારે 8659 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 58 . લોકોના મૃત્યુ થયા છે આવું પહેલીવાર બન્યું છે કે નેપાળમાં દૈનિક કેસમાં ૮ હજારથી વધારે કેસ દાખલ થયા હોય.

નેપાળના સ્વાસ્થ્યમંત્રી ના જણાવ્યા અનુસાર નેપાળમાં કોરોનાનાને કારણે સ્થિતિ રોજબરોજ ખરાબ થઈ રહી છે. રાજધાની કાઠમંડુથી લઈને એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી કોરોનાના સંક્રમણે તાંડવ મચાવ્યું છે. નેપાળમાં એક મહિના પહેલા 100 જેટલા કેસ સામે આવ્યા હતા અને અત્યારે તે વધીને 8600 સુધી પહોંચી ગયા છે. નેપાળમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણની કારણે લોકો ડરી ગયા છે તેઓને એ વાતનો ભય છે કે ભારતના મુકાબલે નેપાળમાં સ્વાસ્થ્ય સુવિધાઓ ઘણો જ અભાવ છે અહીંયા ડોક્ટરોની પણ અછત છે એવામાં કોરોના વિસ્ફોટ થવા પર પોતાનો જીવ બચાવવો ભારે પડશે .

 864 Views