પ્રિયંકાએ US પ્રેસિડેન્ટ પાસે વેક્સિન મોકલવાની અપીલ કરી

  • મારા દેશની હાલત ખરાબ છે

નવી દિલ્હી

ભારતમાં સતત વધી રહેલી કોરોનાની મહામારી વચ્ચે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ પરેશાન થઈ ગઈ છે. તેણે અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડનને ટેગ કરતા એક મેસેજ પણ લખ્યો છે. તેણે પોતાના દેશની ધરતી પર ચિંતા દર્શાવી છે અને વિનંતી કરી છે કે શું તેઓ ભારત માટે તાત્કાલિક વેક્સિન મોકલી શકે છે? જોકે પ્રિયંકાના આ ટ્વિટ બાદ કેટલાક લોકોનો જવાબ આવ્યો હતો કે તેણે આ ટ્વીટ પહેલા જ કરી દેવા જેવી હતી.

પ્રિયંકા ચોપડાએ ટ્વિટમાં ફતે કહ્યું હતું તે મારું દિલ તૂટી રહ્યું છે ભારત કોરોનામાં સપડાઈ રહ્યું છે અને યુએસ પાસે 550 મિલિયન વેક્સિન નો ઓર્ડર આપી દીધો છે. પ્રિયંકા ચોપડાએ યુએસ પ્રેસિડેન્ટ અને વ્હાઈટ હાઉસ સહિત કેટલાક લોકોને ટેક કરતાં મેસેજ લખ્યો છે કે એસ્ટ્રેજેન્કા પૂરી દુનિયા સાથે શેયર કરવા માટે તમારો આભાર પરંતુ મારા દેશની સ્થિતિ ખૂબ જ ખરાબ છે શું તમે ભારતને તાત્કાલિક વેક્સિન શેયર કરી શકો છો?

 1,052 Views