પંજાબ : લોકડાઉન સામે આજે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

કેપ્ટન અમરિંદર સિંહ કડક પગલાં લેવાનો આદેશ જારી કર્યો

ચંદીગઢ

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યમાં તેજીથી વધી રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને શુક્રવારે તમામ ડેપ્યુટી કમિશનર અને પોતાના જિલ્લા ની જરૂરિયાત અનુસાર કોઈપણ નવો અને સખત પ્રતિબંધ લગાવવા માટે અધિકૃત કરી દીધા છે. સાથે સાથે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે દુકાનો અને ખાનગી ઓફિસો એક પછી એક ખોલવાના નિર્ણય ને છોડીને બાકી વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહી. તેઓએ વધુમાં ડીજીપીને રાજ્યમાં અઠવાડિક લોકડાઉન સખ્તાઇ પૂર્વક લાગુ કરવા માટે અને શનિવારે કિસાન સંઘર્ષ મોરચા ના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનો ઉલ્લંઘન થાય તો તેની સામે કડક પગલા લેવા આદેશ જારી કરી દીધા છે. કેપ્ટન વધુમાં જણાવ્યું કે 32 ખેડૂત યુનિયનો મોરચો રાજ્ય સરકાર પર પોતાની શરતો થોપી શકશે નહીં. અને જો આ પ્રતિબંધો નો ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈ દુકાન ખોલશે તો દુકાન માલિક પર પણ કાનૂની કાર્યવાહી લાગુ પડશે. શુક્રવારે કોરોનાની ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ મિટિંગમાં અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રીએ ડેપ્યુટી કમિશનર ઓને અને સ્થાનિક ધારાસભ્યોને આ સંબંધે પક્ષોને ભરોસા લઈને બિનજરૂરી દુકાનો અને ખાનગી ઓફિસોને rotation ના આધાર પર ખોલવાના ફેંસલા બાદ અધિકૃત કરવામાં આવ્યું છે.

 792 Views