વીડિયો માધ્યમથી KYC ને RBI ની મંજૂરી

નવી દિલ્હી

આજે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે મીડિયાને સંબોધિત કરી. જોકે તેમનો સંબોધન પહેલેથી નક્કી ન હતું. તેઓએ જણાવ્યું કે દેશમાં અત્યારે કોરોનાવાયરસ ની બીજી લહેરે ભયાનક સ્થિતિ પેદા કરી છે. એક તરફ જ્યાં સ્વાસ્થ્ય પ્રણાલી પૂરું કરી શકતી નથી ત્યાં બીજી બાજુ કાળા બજારી કરવાવાળા પોતાની હરકતો છોડતા નથી. જોકે કોરોના ના છેલ્લા કેટલાક આંકડાઓ માં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે જે રાહતના સંકેત છે પરંતુ સાથે સાથે ઘણાંખરાં રાજયોમાં લગાવવામાં આવેલું લોકડાઉનને કારણે તેની સીધી અસર કમાણી પર પડી રહી છે. દેશની અર્થવ્યવસ્થાને પણ સંકટના સમયમાં થી ઉગારવા માટે મહત્વના નિર્ણય લેવાની જરૂરિયાત છે એવામાં કેન્દ્રીય બેંક દ્વારા કરાયેલું સંબોધન એક મહત્વનું પગલું છે.

પ્રમુખ ચર્ચાઓ

  • આરબીઆઈ ગવર્નર એ કહ્યું કે આરબીઆઈ કોરોના ની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે કોરોના ની પહેલી લહેર બાદ અર્થવ્યવસ્થામાં સારી રિકવરી દેખાઈ હત કોરોના ની બીજી લહેરને જોતા વ્યાપક અને તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશ્યકતાઓ છે દુનિયાના અન્ય દેશોના મુકાબલે ભારતે પણ તેથી રિકવરી હાંસલ કરી છે. હવામાન ખાતાએ પણ આ વર્ષે સામાન્ય વરસાદનું અનુમાન કરેલું છે સારા વરસાદથી ગ્રામિણ ક્ષેત્રોમાં માંગ તેજીમાં રહે તેવી સંભાવનાઓ છે.
  • જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વપરાશમાંવધારો થયો છે. વીજ વપરાશમાં પણ તેજી આવી છે ભારતીય રેલ દ્વારા માલ ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એપ્રિલમાં પીએમઆઈ ૫૫.૫ સુધી પહોંચ્યું હતું. સીપીઆઈમાં પણ વધારો થયો છે. જે માર્ચમાં ૫.૫ ટકા હતો. ભારતમાં નિકાસ પણ ખૂબ વધી છે. ભારત સરકારના આંકડાઓની માનીએ તો એપ્રિલમાં નિકાસમાં વધારો થયેલો છે.
  • ગવર્નરે પોતાના સંબોધનમાં મહામારીમાં મદદ કરવા માટે ડોક્ટર નર્સ અને અન્ય સ્વાસ્થ્ય સેવાઓ ના કાર્યકર્તાઓ પોલીસ કર્મીઓનું આભાર વ્યક્ત કર્યો છે તેઓએ કહ્યું કે આરબીઆઈ વિશેષરૂપથી નાગરિકો અને વ્યાપારી સંસ્થાઓ અને કોરોના ની બીજી લહેર થી પ્રભાવિત થયેલા સંસ્થાનો માટે પોતાના દરેક સંસાધનો અને ઉપકરણો તૈનાત કરશે.
  • આરબીઆઇએ ઇન્ડિવિજ્યુઅલ, નાના અરજદારો માટે લોન રીસ્ટ્રક્ચરીંગની બારી ખોલી છે. 25 કરોડ સુધીના આવા અરજદાર જેઓને પહેલી લોન રિસ્ટ્રક્ચરિંગ ની સુવિધા નથી તેઓ હવે આ સુવિધા લઈ શકે છે.
  • આરબીઆઇએ માર્ચ 2022 સુધી કોરોના થી સંબંધિત સ્વાસ્થ્ય સુવિધાઓ માટે 50 હજાર કરોડ રૂપિયાનું વિશેષ લિક્વિડિટીની ઘોષણા કરી છે. જેના મારફતે બેંકે રેપોરેટ પર વેક્સિન મેન્યુફેક્ચર્સ, , વેક્સિન ટ્રાન્સપોર્ટરો માટે સરળ હપ્તા ની લોન ઉપલબ્ધ કરાવશે જે અંતર્ગત હોસ્પિટલો અને હેલ્થ સર્વિસ પ્રોવાઈડરોને તેનો સીધો લાભ મળશે.
  • ગવર્નરે વધુમાં જણાવ્યું કે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની સરકારી સિક્યુરિટી ની ખરીદી ના બીજા ચરણ 20 મે ના રોજ શરૂ કરવામાં આવશે.
  • રાજ્યો અને હવે ઓવરડ્રાફટ સુવિધા પણ આપવામાં આવશે. ઓવર ડ્રાફ ની સુવિધા ની મર્યાદા વધારીને 50 દિવસની કરી દેવામાં આવી છે આ મર્યાદા પહેલા 36 દિવસની હતી.
  • આરબીઆઈ ગવર્નર એ કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર માટે કોવિડ લોન બુક બનાવાશે.
  • કેન્દ્રીય બેંકે 10 હજાર કરોડ રૂપિયા સુધી ના સ્મોલ ફાઈનાન્સ બેંકો માટે લાંબી મુદતના રેપો ઓપરેશન ની ઘોષણા કરી છે.
  • ગવર્નર સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખતા કેવાયસી નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે વિડિયો ના માધ્યમથી પણ કેવાયસી ને મંજૂરી આપવામાં આવી છે આરબીઆઈ 1 ડિસેમ્બર 2021 સુધી લિમિટેડ કેવાયસી નો ઉપયોગ ને અનુમતિ આપી છે.

 640 Views