ઓક્સિજનનો કકળાટ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

નવી દિલ્હી

દેશમાં કોરોનાવાયરસ ની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણ ને કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઓક્સિજનને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સર્જાયેલું ઓક્સિજન સંકટ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારે આજે ઓક્સિજન સંકટના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.

રાજધાનીમાં ઓક્સિજન સંકટ ને લઈને દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી હતી દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ઓક્સિજન સંકટના મામલે કેન્દ્ર તમે નોટિસ પાઠવી હતી ત્યાર બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી હતી અને આજે આ મામલે સુનાવણી અપીલ કરી હતી. કેન્દ્ર સરકારની અપીલ ઉપર આ મામલે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ચંદ્રચુડ ની બેચ સામે લિસ્ટ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આજે બપોરે 12.30 વાગે આ મામલે સુનાવણી થઈ.

કાર ચાલીમાં સર્જાયેલા ઓક્સિજન સંકટને લઈને દિલ્હી હાઈકોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે અદાલતને જણાવ્યું કે સામાન્ય દિવસ તો ના મુકાબલે હવે કેન્દ્ર તરફથી વધારે માત્રામાં ઑક્સિજન મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે ગત દિવસોમાં હાઈકોર્ટે ફટકાર લગાવી હતી અને કેન્દ્રની નોટિસ પણ આપી હતી. કેન્દ્રએ બુધવારે અદાલતને બતાવ્યું કે ગત દિવસોમાં સુનાવણીમાં મીડિયામાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જાણે કેન્દ્ર આ મુદ્દે અસંવેદનશીલ છે આવા સંજોગોમાં અમે આ મામલે સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.

હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે રાજધાનીમાં ઓક્સિજનની અછત મામલે અને આદેશોના પાલનની અવગણના મામલે અધિકારીઓ સામે કાર્યવાહી કેમ ન કરાય. જેના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે આદુ દુર્ભાગ્યપૂર્ણ છે કે દિલ્હી હાઈ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરુ કરી છે, તે પણ એવા સમયે કે મહામારીમાં તેઓ સર્વશ્રેષ્ઠ આપી રહ્યાં છે.

 616 Views