કોરોના ની જંગ સામે જલ્દી મળી શકે છે ચોથી વેક્સિન!

  • તાત્કાલિક ઉપયોગ માટે ઝાયડસ કેડિલા અનુમતિ માગશે
  • ભારતની સ્વદેશી વેક્સિન ZyCov-D આપાતકાલીન મંજૂરીની નજીક

નવી દિલ્હી

હવે ભારત માટે કોરોના સામેની જંગમાંએક સારા સમાચાર આવી રહ્યા છે. કોરોના સામે એક ચોથા હથિયારના પર્યાય તરીકે ચોથી વ્યક્તિ મળવાની આશા દેખાઈ રહી છે. અમદાવાદથી દવાની કંપની ઝાયડસ કેડિલા આ મહિને ભારતમાં પોતાની કોરોના વેક્સિન ZyCov-D ને તાત્કાલિક ઉપયોગ માટે મંજૂરી મેળવવા માટે નું આવેદન કરી શકે છે. કંપનીને ભરોસો છે કે વેક્સિન ને મે મહિનામાં મંજૂરી મળી શકે તેમ છે કંપની દર મહિને એક કરોડ કોરોના વેક્સિન ના ડોઝ ઉત્પાદન કરવાનો દાવો કરી રહી છે.

ઇન્ડિયા ટુડે ની એક રિપોર્ટ અનુસાર જો મંજૂરી મળી તો ZyCov-D ભારતના કોરોના વ્યક્તિના અભિયાનમાં ઉપયોગમાં લઇ શકાય તેવી ચોથી વેક્સિન હશે. મેડ ઇન ઇન્ડિયા કંપનીની યોજના વેક્સિન ની ઉત્પાદનને પ્રતિમા ૩ થી ૪ કરોડના ડોઝ સુધી વધારવાની આશા દર્શાવી છે તેના માટે કંપનીએ પહેલાથી જ અન્ય બે કંપનીઓ સાથે વાતચીત પણ કરી લીધી છે.

વેક્સિન ને આદર્શ રૂપે થી ૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે સંગ્રહિત કરવી જોઈએ. આ વેક્સિન ૨૫ ડિગ્રી સેલ્સિયસ પર રૂમના તાપમાનની સ્થિતિમાં પણ સ્થિર રહે છે. આ રસીનો ડોઝ લેવો પણ સરળ છે. ડેવલપર્સે જાણકારી આપી છે કે આ વેક્સિન ઈન્ટ્રાડેર્મલ ઇન્જેક્શન માધ્યમે ઈન્કેજેક્ટ કરી શકાશે.

જો ZyCov-D ને આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે તો આવી રહેલી વેક્સિનની અછતને દૂર કરવામાં પણ મદદ થઈ શકશે. આપને જણાવી દઇએ કે આ પહેલા એપ્રિલમાં ઝાયડસ કેડિલા ઘોષણા કરી હતી કે તેની દવા Virafin ને જો કોરોના હલકા લક્ષણો સામે ઉપચાર માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ પાસે પ્રતિબંધિત આપાતકાલીન ઉપયોગની મંજૂરી મળી છે. ઇન્ડિયા ટુડે ટીવી મુલાકાતમાં શેરવિલ પટેલે જણાવ્યું કે કોરોના વેક્સિન ZyCov-D ના દરેક તબક્કા ઉપર વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે અમારી વેક્સિન આપાતકાલીન ઉપયોગ માટે મંજૂરી મેળવવાની એકદમ નજીક છે. તેઓએ જણાવ્યું કે મને આ જણાવતા ખુશી મળી રહી છે કે કોરોના ની જંગ સામે ભારતનો આ પહેલો સ્વદેશી સ્તર પર વિકસિત ડીએનએ વેક્સિન જે અમારી ZyCov-D છે તે મંજૂરીની એકદમ નજીક પહોંચી રહી છે.

 484 Views