શુબમને રચ્યો ઇતિહાસ, સદી ચુક્યો પણ ગાવસ્કરનો 50 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

બ્રિસ્બેન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં છેલ્લી ટેસ્ટના અંતિમ દિવસે શુભમન ગિલનું બેટ સારું રમ્યું હતું. 21 વર્ષિય યુવા ઓપનરે અહીં ફરી એકવાર શાનદાર ઇનિંગ્સ રમી હતી. ગિલે તેની ઇનિંગ દરમિયાન ઘણી સિદ્ધિઓ પણ મેળવી હતી. તે હવે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઇનિંગમાં અડધી સદી ફટકારનાર ભારતનો સૌથી યુવા ઓપનર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ મહાન સુનીલ ગાવસ્કરના નામે હતો. લિટલ માસ્ટરે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1970-71માં તેની શરૂઆતની ટેસ્ટ મેચમાં અણનમ 67 રન ફટકાર્યા હતા. એ તેની ડેબ્યુ ટેસ્ટ હતી. હવે ગિલે તેની ત્રીજી ટેસ્ટમાં 21 વર્ષ અને 133 દિવસની ઉંમરે આ સિધ્ધિ હાંસલ કરી છે.

 6,533 Views