કોરોના મહામારીને કારણે આઈપીએલ પણ કેન્સલ કરાઈ

  • ખેલાડીઓને સુરક્ષિત વાપસી માટે બોર્ડ સુનિશ્ચિત કરશે

નવી દિલ્હી
હાલની પરિસ્થિતિને જોતા અને કોરોના ઘણા બધા મામલા મળવાને કારણે પાછલા લગભગ એક મહિનાથી સુચારુ રૂપથી ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 આજે અનિશ્ચિત મુદત સુધી સ્થગિત કરી દેવામાં આવી છે ટૂર્નામેન્ટ સ્થગિત કયા બાત બોડી સ્પષ્ટ કરી દીધું છે કે ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષા સર્વોપરી છે. બોડી વધુમાં કહ્યું છે કે બીસીસીઆઈ ખેલાડીઓને સુરક્ષિત પોતાના વતન વાતચીત કરવા માટે સુનિશ્ચિત કરે અને તે માટે બનતા તમામ પ્રયત્નો કરે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સહિત અન્ય ઘણા દેશોના ખેલાડીઓ હિસ્સો લીધેલો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કહ્યું હતું કે આ મુશ્કેલ સમય છે બોરડી વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અને અમે કેટલાક સકારાત્મક અને ખુશી લાવવા માટે કોશિશ કરી છે પરંતુ હવે જરૂરી છે કે ટૂર્નામેન્ટ સ્થગિત કરવી પડે અને મુશ્કેલીના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને કુટુંબીજનો સાથે પાછો ફરે. વધુમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈ ખેલાડીઓ સહયોગી સ્ટાફ અને ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનમાં સામેલ અન્ય ભાગીદારો ની સુરક્ષા સાથે કોઈપણ જાતની સમજૂતી કરી શકે તેમ નથી આ નિર્ણય તમામ લોકોના હિત માટે અને સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

આઈપીએલ પર કોરોનાનો કહેર…
ઇન્ડિયન પ્રીમિયર લીગના ચેરમેન બ્રિજેશ પટેલે કહ્યું હતું કે આગામી સમયમાં સ્પર્ધાનું આયોજન કરવાની ફરી કોશિશ કરશે પરંતુ આ મહિનામાં તે સંભવ નથી.સનરાઇઝર્સ હૈદરાબાદના વિકેટકીપર અને બેટમેન વૃદ્ધિમાન સહા અને દિલ્હી કેપિટલ્સ માસ્તર અમિત મિશ્રા મંગળવારે કોરોના પોઝિટિવ થયા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું છે કે અમે જોઇશું કે વર્ષના અંતે ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજન માટે કોઈ યોગ્ય સમય મળે છે કે નહીં અને આ યોગ્ય સમય લગભગ સપ્ટેમ્બર માસનો હોઈ શકે પરંતુ તે પણ કહેવું મુશ્કેલ છે હાલની પરિસ્થિતિ જોતા અમે ટુર્નામેન્ટનું આયોજન કરી શકીએ નહીં. આ પહેલા સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર કોચ બાલાજી તથા કોલકાતા નાઇટ રાઇડર્સ ના બોલર સંદિપ વોરીયર અને વરુણ ચક્રવતી ના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા હવે સંક્રમણ વધારે વધે તેના કરતાં આઈપીએલની તમામ મેચો સ્થગિત કરી દેવાનો નિર્ણય કરવામાં આવે છે.

 10,417 Views