IPL સ્થગિત કરવાના નિર્ણયને માઈકલ વોનનું સમર્થન

નવી દિલ્હી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ વોને બીસીસીઆઇ દ્વારા ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 ને સ્થગિત કરવાના નિર્ણયને સપોર્ટ કર્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હિસ્સો લેવાવાળી ટીમના કેટલાક ખેલાડીઓ કોરોના પોઝિટિવ થયા બાદ આ ફેંસલો લેવામાં આવ્યો હતો. ભારત અત્યારે કોરોના ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે. પૂર્વ કેપ્ટને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહેલા વિદેશી ખેલાડીઓની લઈને ચિંતા દર્શાવી છે અને આશા દર્શાવી છે કે તેઓ સુરક્ષિત પાછા ફરે. ઓસ્ટ્રેલિયા સહિત ઘણા બધા દેશોએ ભારતમાં કોરોના ની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતથી આવતી વિમાન યાત્રાઓ પણ સ્થગિત કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ ના કેટલાક ખેલાડીઓ અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં તો લેવા માટે ભારતમાં રોકાયેલા છે. માઈકલ વોને જણાવ્યું છે કે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય બહુ જ સમજૂતી ભર્યો છે. તેઓએ સાથે સાથે આશા વ્યક્ત કરી છે કે ભારતના લોકો સુરક્ષિત રહે અને વિદેશી ખેલાડીઓ સુરક્ષિત પોતાના ઘરે પહોંચે.
બીસીસીઆઈ દ્વારા પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે તમામ ખેલાડીઓને સુરક્ષિત ઘરે મોકલવાની વ્યવસ્થા કરશે અને ઇન્ડિયન પ્રીમિયર લીગને સ્થગિત કરવાના નિર્ણય બાદ આ વાત ફરી કહી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ અત્યારે આઈપીએલમાં હિસ્સો લેવા માટે રોકાયેલા છે.

 2,905 Views