ઓસ્ટ્રેલિયા સામેની જીત માટે શ્રેય રવિ શાસ્ત્રીને પણ મળવો જોઈએ

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની ટીમ પર ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની જોરદાર ચર્ચા થઈ રહી છે. મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરને આ જીતના હીરો ગણાવ્યા છે. એડિલેડ ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમે અજિંક્ય રહાણેની અધ્યક્ષતામાં ચાર મેચની ટેસ્ટ સિરીઝ 2-1થી જીતવા અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી સતત બીજી વખત કબજે કરવા સાથે જોરદાર વાપસી કરી હતી. દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકનું માનવું છે કે મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું પણ ઓસ્ટ્રેલિયાની જીતમાં ખૂબ યોગદાન છે અને તેનું શ્રેય પણ તેમને આપવું જોઈએ.

પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા ઈન્ઝામમ-ઉલ-હકે કહ્યું, ‘એક પરિબળ કે જેનો લોકો ઉલ્લેખ નથી કરી રહ્યા તે છે રવિ શાસ્ત્રી. તે ટીમના ડિરેક્ટર તરીકે શરૂ થયો અને મુખ્ય કોચ તરીકે પાછો ફર્યો. તેના અનુભવ અને રમતની સમજ સાથે મને લાગે છે કે તેણે ટીમ ઈન્ડિયા અને ખેલાડીઓની ઘણી મદદ કરી. દરેક વ્યક્તિએ તેને રમતા જોયા છે, તે ભારતનો મોટો ખેલાડી હતો, એક મહાન ઓલરાઉન્ડર હતો. ભારત પહોંચ્યા બાદ બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ લેનાર મોહમ્મદ સિરાજે જાહેર કર્યું હતું કે એડિલેડ ટેસ્ટમાં હાર બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમને મોટુ બળ પુરું પાડ્યું હતું.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનએ કહ્યું કે, ‘મને યાદ છે જ્યારે તે કોમેન્ટ્રી કરતો હતો, તે જે પ્રકારની વાતો કરતો હતો અને તેની આંખોથી તે જે પ્રતિભા ધરાવે છે, તમે તેનો અંદાજ લગાવી શકો છો કે તે રમત વિશે કેટલી માહિતી ધરાવે છે. મને લાગે છે કે તેઓએ ટીમ ઈન્ડિયાને ઘણી મદદ કરી છે. ઈન્ઝામમે કહ્યું કે એડિલેડમાં હાર બાદ શાસ્ત્રીએ ટીમને એકતામાં રાખી અને ટીમે પતનને બદલે જબરદસ્ત વાપસી કરી હતી. બ્રિસ્બેનમાં વિજય બાદ રવિ શાસ્ત્રી દ્વારા ડ્રેસિંગ રૂમમાં અંદર આપેલ ભાષણ એકદમ વાયરલ થઈ ગયું હતું.

 15,867 Views